Headlines

કુરંગા ખાતે અનુસુચિત જ્ઞાતિજનો દ્વારા ઐતિહાસિક નિર્ણય : જીવદયાના સંકલ્પ સાથે વર્ષો જૂની પશુબલિની પરંપરાનો અંત

– જીવદયાના સંકલ્પ સાથે વર્ષો જૂની પશુબલિની પરંપરાનો અંત –

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૬

      દ્વારકા નજીકના કુરંગા ગામે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં માતાજીના સાનિધ્યમાં અનુસુચિત જ્ઞાતિજનોએ ધારાસભ્ય પબુભા માણેક અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઐતિહાસિક નિર્ણય લેતા એકસુરે જીવદયાના સંકલ્પ સાથે ધાર્મિક વિધિઓના નામે થતી જીવ હત્યા અટકાવવાનો મકકમ નિર્ધાર કર્યો હતો.

      વર્ષો જૂની પશુબલિની પરંપરા પર માતાજીના ભૂવા અને અનુ.જ્ઞાતિના અગ્રણીઓએ સ્વૈચ્છિક પ્રતિબંધ મૂકતા સમાજના આગેવાનોએ પશુબલિ જેવી પ્રથાઓને તિલાંજલિ આપી જીવદયાની ભાવના રાખવા હાકલ કરી હતી. સાથે જ દેશભરમાં આ નિર્ણય દેશભરમાં અપનાવવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *