નારી તું નારાયણી…
જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૬
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને ગાંધીનગર મહિલા અને બાળ વિકાસ દ્વારા તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણ અને સામાજિક ક્ષેત્રમાં કામ કરતા સન્માનિત મહિલાઓનો બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં ઓખા મંડળ તાલુકામાંથી શિક્ષક તરીકે એકમાત્ર કુરંગા પ્રાથમિક શાળાના આચાર્યા તન્વીબેન કાસુન્દ્રાની પસંદગી કરવામાં આવી હતી.
જેમાં મંગળવારે ખંભાળિયા ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં રિધ્ધિબા જાડેજા, મહિલા અને બાળ વિકાસ આયોગ અધિકારી જિલ્લા, નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી વિગેરેની ઉપસ્થિતિમાં તન્વીબેન કાસુંદ્રાને તેમના કાર્યમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
_____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)
