Headlines

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સાથે પત્રકારોની યોજાઈ શુભેચ્છા મુલાકાત: રાજધાની દિલ્લીમાં થઈ પ્રાસંગિક વાતચીત

ભાવનગર બુધવાર તા.૪-૨-૨૦૨૬

ભાવનગરનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયા સાથે પત્રકારોની શુભેચ્છા મુલાકાત યોજાઈ ગઈ. રાજધાની દિલ્લીમાં આ વેળાએ પ્રાસંગિક વાતચીત થઈ.

રાજધાની દિલ્લીમાં ભાવનગર બોટાદ બેઠકના સાંસદ અને રાજ્યકક્ષાના કેન્દ્રીય ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી નિમુબેન બાંભણિયા સાથે તેમના કાર્યાલયમાં પત્રકારો દ્વારા શુભેચ્છા બેઠકમાં પ્રાસંગિક સાંપ્રત વાતચીતમાં સૌ જોડાયાં હતાં.

દિલ્લી કાર્યાલય મુલાકાતમાં પત્રકારો શ્રી મનોજભાઈ જોષી, શ્રી તખુભાઈ સાંડસુર અને શ્રી મૂકેશ પંડિત જોડાયાં હતાં. આ સાથે અહીંની કાર્યપ્રણાલી, સુરક્ષા તેમજ સંબંધિત મુલાકાતીઓની પ્રવેશ પ્રક્રિયા સબંધી વિગતોની ચર્ચા થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *