Friday June 20, 2025

કોસંબા સામુહિક દુષ્કર્મ કેસમાં પીડિતા-પરિવારને માત્ર ૧૩૦ દિવસમાં ન્યાય મળ્યો

ગાંધીનગર

સુરત ગ્રામ્યના કોસંબા વિસ્તારમાં તા.૮મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ એક નિર્દોષ સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. આ ગુનાને અત્યંત ગંભીરતા અને સંવેદનશીલતાથી લઇને સુરત ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓને પકડી પાડ્યા હતા. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીને શોધી કાઢી તેમના વિરૂધ્ધમાં તમામ મજબૂત પુરાવાઓ એકત્ર કરીને તા.૨૪મી ઓક્ટોબરે એટલે કે માત્ર ૧૫ જ દિવસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ કરી દેવામાં આવી હતી.

નામદાર કોર્ટ દ્વારા આજે આ ગુનાના આરોપીઓને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફરમાવામાં આવી છે. પીડિતા તથા તેના પરિવારને માત્ર ૧૩૦ દિવસમાં ઝડપી અને સચોટ ન્યાય અપાવવામાં જે પોલીસ અધિકારી-કર્મચારીઓએ રાત-દિવસ એક કરીને તપાસ કરી છે તેવા સુરત રેન્જ ડી.આઇ.જીશ્રી થી લઇને લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ સુધીના કુલ ૬૯ પોલીસ અધિકારી-કર્મચારીઓને રૂ.૪.૮૫ લાખ રોકડ રકમ પ્રોત્સાહક ઇનામ સ્વરૂપે આપવા તથા પ્રશંસાપત્ર આપવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જાહેરાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top