
હરેશ જોષી, ખંભાત
શક્કરપુર બીઆરસી ભવન ખંભાત ખાતે બ્લોક કક્ષાનો નિપુણ ભારત અંતર્ગત વાર્તા કથન સ્પર્ધા તથા વાર્તા લેખન સ્પર્ધા 2025 બાળવાર્તા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોરણ ત્રણથી પાંચની બાળ વાર્તા કથન સ્પર્ધામાં કાણીસા ક્લસ્ટરની કણજટ પ્રાથમિક શાળા તાલુકો ખંભાત જીલ્લો આણંદમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી નિરાલીબેન મનહરભાઈ ઠાકોર જે બાળકી એ પોતાની બાળ શૈલી ભાષામાં કરુણ અને વાસ્તવિક બાળવાર્તા હાવભાવ સાથે રજૂ કરી સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમાંકે આવેલ છે તે બાળકીને BRC co. મનીષભાઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખંભાતના અધ્યક્ષ હસમુખભાઇ, ખંભાત તાલુકા T.P.O. ઘનશ્યામભાઈ અને કાણીસા ક્લસ્ટરની તમામ શાળા વતી ખૂબ ખૂબ અભિનંદન સાથે તે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
