
જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૫
ખંભાળિયામાં ગુલાબનગર ટેકરી વિસ્તારના મૂળ રહીશ અને હાલ જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા હમીદ ઉર્ફે જીણો જુસબભાઈ રૂપિયા નામના શખ્સ સામે વર્ષ 2021 ના એન.ડી.પી.એસ.ના નોંધાયેલા કેસમાં છેલ્લા બે વર્ષથી આ શખ્સ નાસતો ફરતો હોય, જે અંગે અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી પી.એસ.આઈ. ડી.એ. વાળા તેમજ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ જમોડ, અરજણભાઈ આંબલીયા અને યોગરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)