Saturday June 21, 2025

ખંભાળિયાના કબર વિસોત્રી ગામે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫

          ખંભાળિયા નજીક આવેલા કબર વિસોત્રી ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શાળા પરિસરમાં રાજેશ્રીબા વી. જાડેજાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

       આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા સ્પીચ, નૃત્ય, નાટક, સાથે જુદી જુદી 11 ઇવેન્ટ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે દાતાઓના સહયોગથી મળેલી પેન, પેડ, સહિતની જુદી જુદી ચીજ વસ્તુઓ વિદ્યાર્થીઓને આપી, અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ આયોજનમાં વિદ્યાર્થીઓને અલ્પાહારનો સહયોગ સરપંચ રમેશસિંહ જાડેજા દ્વારા સાંપળ્યો હતો. આ કાર્યક્રમમાં આભાર વિધિ શાળાના આચાર્ય આર.બી. ચાવડા દ્વારા કરવામાં આવી હતી. 

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top