Saturday June 21, 2025

ખંભાળિયાના ધરમપુરની પ્રેસિડેન્ટ સ્કૂલમાં પતંગ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૧-૨૦૨૫

    ખંભાળિયા શહેર નજીક આવેલા ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી અને શાસ્ત્રનું જ્ઞાન આપવાને પ્રાધાન્ય આપતી ધી પ્રેસિડેન્ટ સ્કૂલ ખાતે ઉતરાયણ પર્વની હોંશભેર ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થામાં પરંપરાગત પતંગ મહોત્સવ અને ઉત્તરાયણ પર્વને ઉજવાયો હતો. સાનુકૂળ પવનની ગતિ અને સંગીતના તાલે બાળકોએ મન ભરીને પતંગ ચગાવ્યા, "એ કાઇપો છે" અને "લપેટ લપેટ..."ના નાદ સાથે બાળકોમાં અનેરુ આકર્ષણ જોવા મળ્યું હતું.
   સાથે સાથે બાળકોએ ચીક્કી, તલસાકળી, મામરના લાડું, અડધિયા, ખજૂરપાક, તલની સાની, ઊંધિયું વિગેરેની લિજ્જત માણી હતી. પતંગ, ફિરકીઓ, દોરા, વાજિંત્રો, મનોરંજનના ઉપકરણો, ફોટોગ્રાફી, રીબીનબેન્ડ, સાઉન્ડ વિગેરે દ્વારા કાર્યક્રમમાં ચાર ચાંદ લાગ્યા હતા. કેમ્પસના પ્રિન્સિપાલ શ્રી ચંદુભાઈ દ્વારા સૌને ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top