Headlines

ખંભાળિયાના બેહ ગામે વાછરાડાડાને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૧-૨૦૨૫

   ખંભાળિયા તાલુકાના સલાયાના સારસ્વત બ્રહ્મ સમાજના અગ્રણી અને લોહાણા મહાજનના થાનાઈ (ગોર) રાજુભાઈ રીસ્કા દ્વારા બેહ મુકામે શ્રી જુંગીવારા વાછરાડાડાને 17 મી વખત ધ્વજારોહણ કરાતા સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા સન્માન કરાયું હતું.
   સલાયાના સારસ્વત બ્રહ્મ સમાજના અગ્રણી અને લોહાણા મહાજનના થાનાઈ (ગોર) રાજુભાઈ રિસ્કા દ્વારા દર વર્ષે બેહ મુકામે ધ્વજારોહણનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 16 વરસથી શ્રી જુંગીવારા ડાડાના મંદિરે ધ્વજારોહણના આ આયોજનમાં 17 મા વર્ષે પણ ધ્વજારોહણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ તકે સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા તેમનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ આયોજનમાં લાલજીભાઈ ભુવા સાથે સલાયા સાધુ સમાજના પ્રમુખ દિવ્યેશ ગોસ્વામી પણ જોડાયા હતા. આ ધ્વજારોહણ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *