– સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટમાં વિદ્યાર્થીઓને વિવિધ મુદ્દે માહિતગાર કરાયા –
જામ ખંભાળિયા, તા. ૨૯-૧૨-૨૦૨૫
ખંભાળિયાની જાણીતી શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓને વિવિધ કુદરતી આપત્તિ સમયે લેવાના થતા પગલાં સહિતની બાબતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખંભાળિયાની પ્રથમ હરોળની શૈક્ષણિક સંસ્થા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ કે જ્યાં પ્રાઇમરીથી કોલેજ સુધીના ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે, આ સંસ્થાની શાળા-કોલેજો દ્વારા વિવિધ ધરતીકંપ, આગ વિગેરે જેવી વિવિધ પ્રકારની આપત્તિઓ સમયે સુરક્ષિત રહેવા અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના મેનેજમેન્ટના સીધા માર્ગદર્શન હેઠળ શાળા-કોલેજોના આચાર્યો, ઉપઆચાર્યો, શિક્ષકો, નોડલ ઓફિસરો, સેન્ટ્રલ ઓફિસના સ્ટાફ મેમ્બર્સ વિગેરે દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ મોકડ્રીલમાં શાળા, કોલેજ પરિસરમાં વિદ્યાર્થીઓને ત્રણ માળમાંથી સુરક્ષિત રીતે અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા વગર ગણતરીની મિનિટોમાં વિદ્યાર્થીઓને 15 ફૂટ દૂર સુધી સુરક્ષિત અંતરે ખસેડવામાં આવ્યા હતા.
આ રીતે શાળા મેનેજમેન્ટ દ્વારા સફળતાપૂર્વક મોકડ્રીલ સંપન્ન થઈ હતી. આ સમગ્ર આયોજન આવકારદાયક અને પ્રેરણારૂપ બન્યું હતું.







(ફોટો:- કુંજન રાડિયા)
