જામ ખંભાળિયા, તા. ૧૦-૦૧-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ગઈકાલે શુક્રવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સજુભા જાડેજા અને ઈરફાનભાઈ ખીરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા આમીન સુલેમાન ખફી નામના 40 વર્ષના સુમરા યુવાનને દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
આ અંગે પોલીસે તેની સામે હથિયાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.
(ફોટો:- કુંજન રાડિયા)
