Headlines

ખંભાળિયામાં આવતી કાલે સોમવારે ગિરનાર ધ્યાનસભાનું આયોજન

– જાણીતા વક્તા વિનલ જોશી રાયપુરથી ઉપસ્થિત રહેશે –

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬

       શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વની સનાતન સાધના પદ્ધતિ અંતર્ગત ધ્યાન અંગેની ગિરનાર ધ્યાનસભાનું આયોજન ખંભાળિયામાં આગામી સોમવાર તારીખ 23 મી ના રોજ કરવામાં આવ્યું છે.

       અહીંના રેલ્વે સ્ટેશન રોડ પર મુન્દ્રા હોસ્પિટલની સામે આવેલા સ્ટાર યોગા ક્લાસ ખાતે સોમવારે સવારે પોણા સાત વાગ્યે આ નિઃશુલ્ક ધ્યાન યોગ શિબિરમાં જાણીતા બ્રહ્મગ્ન ચૈતન્યદર્શી શ્રી વિનલ જોશી રાયપુર (છત્તીસગઢ) થી ખાસ ઉપસ્થિત રહેશે અને યોગ કરાવીને વિવિધ જરૂરી માર્ગદર્શન આપશે.

      આ ધ્યાન યોગ શિબિરમાં જોડાવવા આયોજક અમિત ગોહેલ (મો. 97279 90899) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *