– વીરદાદા જસરાજજીના “શૌર્યદિન” નિમિત્તે વિઠ્ઠલાણી પરિવારનું સેવાકાર્ય –
જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૬
રઘુવંશી જ્ઞાતિના પૂજનીય વીર દાદા જસરાજીની પુણ્યતિથિના “શૌર્ય દિન” નિમિત્તે આગામી ગુરૂવાર તા. 22 ના રોજ અહીંના રઘુવંશી અગ્રણી અને લોહાણા જ્ઞાતિના ટ્રસ્ટી કમલેશભાઈ વિઠલાણી પરિવાર દ્વારા રઘુવંશી જ્ઞાતિના સમૂહ પ્રસાદ (નાત)નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે પરંપરાગત રીતે નાત પૂર્વે ગુરુવારે બપોરે સારસ્વત બ્રાહ્મણના સમૂહ ભોજન (સારસ્વત માસ્તાન)નું પણ આયોજન અત્રે બેઠક રોડ ઉપર નવી લોહાણા મહાજન વાડી ખાતે કરવામાં આવ્યું છે. આ પછી રઘુવંશી જ્ઞાતિના બહેનો માટે સાંજે 6:30 થી 8:30 વાગ્યા સુધી તેમજ ભાઈઓ માટે 8:30 થી 10:30 વાગ્યા સુધી સમૂહ પ્રસાદ (નાત) નું આયોજન કરાયું છે.
આ સમગ્ર આયોજન માટે જ્ઞાતિની વિવિધ સંસ્થાના કાર્યકરો, હોદેદારો સાથે રઘુવંશી જ્ઞાતિના કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે. નાત પૂર્વે ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિજનો ખભે-ખભા મિલાવીને નોંધપાત્ર જહેમત ઉઠાવી રહ્યા છે. આ સમૂહ પ્રસાદ (નાત) પ્રસંગે ખંભાળિયા તથા આસપાસના સલાયા, વાડીનાર, ભરાણા સહિતના ગામોના જ્ઞાતિજનોને પ્રસાદનો લાભ લેવા ગં.સ્વ. લીલાવંતીબેન કાંતિલાલ વિઠલાણી (હ. કમલેશભાઈ વિઠલાણી) પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
