ખંભાળિયામાં ચેક રિટર્ન કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
જામ ખંભાળિયા, તા. ૧૩-૦૪-૨૦૨૬
ખંભાળિયામાં અશોક મિલ કમ્પાઉન્ડ સામે આવેલા તુલસી પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા હરદેવસિંહ સદુભાઈ જાડેજા નામના 33 વર્ષના યુવાન સામે નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદને અનુલક્ષીને ખંભાળિયાની અદાલત દ્વારા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા 2,00,000 ચૂકવવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો.
આ હુકમ બાદ છેલ્લા આશરે છ માસથી નાસતા ફરતા આરોપીને અહીંના ડી.વાય.એસ.પી. મીત રુદલાલની કચેરીના હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા અને શક્તિસિંહ જાડેજાની બાતમીના આધારે ઝડપી લઈ, આ આરોપીને જામનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપવા માટેની તજવીજ કરવામાં આવી હતી.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
