જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬
ખંભાળિયા ગ્રામ્ય કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ બુધવાર તા. 11 ના રોજ હાપા લખાસર સ્થિત આહેર સમાજ ખાતે યોજાશે. જેમાં આહેર સિંહણ, વડાલીયા સિંહણ, કાકાભાઈ સિંહણ, સખપર, નાગડા, દાંતા, કંચનપુર, બજાણા, આંબરડી, આંબરડી દેવરિયા, પીર લાખાસર, હાપા લાખાસર, કંડોરણા, ભટ્ટગામ, સુમરા તરઘરી અને મહાદેવીયા ગામોના આ સેવા સેતુમાં સવારના 9 વાગ્યાથી અરજીઓ સ્વીકારવામાં આવશે. ત્યાર બાદ તેના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ અહીંના મામલતદારની યાદીમાં જણાવાયું છે.
