Headlines

ખંભાળિયામાં યોજાયો સ્વદેશી મેળો: અનેકવિધ સ્ટોલ બન્યા આકર્ષણનું કેન્દ્ર

– દસ દિવસ સુધીના સ્વદેશી મેળાનો લાભ લેવા પાલિકા પ્રમુખનું આહવાન –

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬

     મેક ઇન ઇન્ડિયા અને સ્વદેશી વસ્તુના વપરાશને ઉત્તેજન આપવાના ઉમદા આશયથી ખંભાળિયા નગરપાલિકા દ્વારા આજથી સ્વદેશી મેળા 2026 નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

     

ખંભાળિયામાં તેલી નદીના પુલ પાસે આજથી શરૂ થયેલા દસ દિવસસીય સ્વદેશી મેળામાં વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. ખંભાળિયા નગરપાલિકા આયોજિત સ્વદેશી મેળામાં ગૃહઉપયોગી, સુશોભન તેમજ ખાણીપીણી સહિતના વિવિધ 50 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં રાહત દરે અને ગુણવત્તા યુક્ત ચીજવસ્તુઓ પ્રાપ્ય બને છે.

       આ તમામ ચીજ વસ્તુઓ સ્વદેશી, હાથ બનાવટની તેમજ મેક ઇન ઇન્ડિયાના આશય સાથે સ્થાનિકો દ્વારા બનાવવામાં આવી છે. જેમાં ખાસ કરીને હસ્તકલા અને કારીગીરીમાં માટીના વાસણો, હાથ બનાવટના કપડા, સ્વદેશી સાત્વિક ખોરાક, સ્થાનિક વાનગીઓ અને પ્રાકૃતિક ખાદ્ય સામગ્રીના સ્ટોલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે આગામી તારીખ 15 માર્ચ સુધી યોજાયેલા આ સ્વદેશી મેળાનો લાભ લેવા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી દ્વારા ખંભાળિયા શહેર તથા આસપાસની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *