જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬
રંગોના પર્વ એવા ધુળેટીની આજરોજ ખંભાળિયાવાસીઓએ ઉમંગ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ધુળેટી નિમિત્તે આજે સવારથી શહેરમાં રજાનો માહોલ જોવા મળ્યો હતો. સવારના સમયે ખાસ કરીને યુવાનો-યુવતીઓ તેમજ બાળકો સહિત સૌ અબાલ વૃધ્ધોએ એકબીજાને વિવિધ પ્રકારના રંગો વડે રંગી અને ધુળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં રંગો સાથે ઘેરૈયાઓ સૌને રંગો વડે રંગતા જોવા મળ્યા હતા. વિવિધ ગ્રુપમાં રંગપ્રેમી શોખીનોએ મ્યુઝિક સાથે પરિવાર – ગ્રુપમાં ધુળેટી પર્વની મોજ માણી હતી. બપોર બાદ લોકોએ ધર્મ સ્થળે કે હરવા ફરવાના સ્થળે જઈને રજા માણી હતી.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
