Saturday June 21, 2025

ખંભાળિયામાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસથી લોકો ત્રસ્ત

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫

      ખંભાળિયા શહેરમાં રખડતા ઢોરની અવરજવર લોકો માટે મુસીબત બની રહી છે. અહીંની સુપર માર્કેટ પાછળના વિસ્તારમાં આજે સવારે બે રખડતા ઢોર સામસામે સામે આવી જતા હાહાકાર મચી ગયો હતો. જેથી અહીંના રાહદારીઓ અને દુકાનદારો જીવ બચાવવા દોડ્યા હતા. આ યુધ્ધમાં અડધા ડઝન જેટલા સ્કૂટરોને નુકસાન પહોંચ્યું હતું.

     શહેરમાં વારંવાર આવી ઘટનાઓ થતાં નગરજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. તેઓ શહેરી તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, જેથી રોડ પર રખડતા ઢોરનો ખતરો નિવારી શકાય.

(ફોટો:- મિલન કોટેચા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top