Headlines

ખંભાળિયામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસનું ખાતમુહૂર્ત કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૫

  ખંભાળિયામાં આઈ.ટી.આઈ. કચેરી સામે આશરે રૂ. 35 લાખના ખર્ચે નિર્માણ થનાર રેન્જ ફોરેસ્ટ ઓફિસનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. 
         ખંભાળિયાના ધારાસભ્ય અને વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવેલા આ ખાત મુહૂર્તમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓની કામગીરીને બિરદાવી, અભિનંદન પાઠવ્યા હતા. 
          આ પ્રસંગે નાયબ વન સંરક્ષક આર. ધનપાલ, નાયબ વન સંરક્ષક અરુણકુમાર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર પિંડારિયા, પ્રતાપભાઈ પિંડારિયા, ભરતભાઈ ચાવડા, સગાભાઈ રાવલિયા, કાનાભાઈ કરમુર સહિત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *