ખંભાળિયા આઈ.એમ.એ.ના હોદ્દેદારોની વરણી: પ્રમુખ તરીકે હમીર કાંબરીયાને જવાબદારી

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬

        ખંભાળિયાના તબીબોની સંસ્થા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોની નિયુક્તિ માટે તાજેતરમાં યોજવામાં આવેલા ખાસ કાર્યક્રમમાં આગામી વર્ષના પ્રમુખ તરીકે ડો. હમીરભાઈ કાંબરીયા, ઉપપ્રમુખ તરીકે ડો. પ્રકાશ ધારવીયા, સેક્રેટરી તરીકે ડો. કિશોર આહીર તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે ડો. નરેશ દેથરીયા અને ટ્રેઝરર તરીકે ડો. કમલેશ વાળાની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે.

         નવનિયુક્ત હોદ્દેદારોને આઈ.એમ.એ.ના સભ્યો વિગેરેએ આવકારી અને શુભકામનાઓ પાઠવી હતી. 

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *