ખંભાળિયા કીચડમાં ખાબકેલા સ્વાનનું રેસ્ક્યુ કરાયું
જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬
ખંભાળિયા શહેરના હર્ષદપુર વિસ્તારમાં ખાણ પાસે આવેલી વેલ અને કચરાથી ભરેલી કીચડભરી ખાડીમાં એક અંધ શ્વાન પડી જતાં મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.
કાર્યકરો દ્વારા લાંબી પ્રતીક્ષા જહેમત બાદ કીચડભરી ખાડીમાંથી આ અંધ શ્વાનનું સુરક્ષિત રીતે સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેને બહાર કાઢી, જરૂરી સારવાર અને સંભાળ આપવામાં આવી હતી. આ કામગીરી બદલ સ્થાનિક લોકો દ્વારા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના સેવાભાવી કાર્યની પ્રશંસા કરવામાં આવી રહી છે.

(ફોટો: કુંજન રાડિયા)
