ખંભાળિયા ટ્રાફિક નિયમન અંગે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી અને જાગૃત કરાયા

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૧-૨૦૨૫

   ખંભાળિયામાં 35 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખા દેવભૂમિ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક જાગૃતિ આવે તે હેતુથી ટ્રાફિક અવેરનેસ પેમ્પલેટ, સ્ટીકર્સ તથા ગુલાબનું ફૂલ આપી, લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. 
            દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ ખંભાળિયાના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વાહન અકસ્માત થતા અટકાવવા વાહન ચાલકોને ટ્રાફિક અવેરનેસ આવે તે હેતુથી તારીખ 1 થી 31 જાન્યુઆરી સુધી 35 મો રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત અહીંના જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ. વી.એમ. સોલંકી તથા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખંભાળિયા તથા કુરંગા ટોલનાકા ખાતે વાહન ચાલકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી ટ્રાફિક અવેરનેસ અંગેના પેમ્પલેટ તથા સ્ટીકર્સ અને વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *