કુંજન રાડીયા, જામ ખંભાળિયા
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા શીરૂ તળાવ પાસે રહેતા ભાવેશભાઈ જયસુખભાઈ કણજારીયા નામના 29 વર્ષના યુવાન તેમના મોટરસાયકલ નંબર જી.જે. 37 એલ. 1538 પર બેસીને ભાણવડ રોડ પર જઈ રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે 27 કિલોમીટર દૂર મોટી ખોખરી ગામ નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરકારના ચાલકે ભાવેશભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને પગમાં ગંભીર ઇજાઓ થતા આ પગ કાપવો પડ્યો હતો.
અકસ્માત સર્જીને આરોપી વાહન કાર પોતાની કાર લઇને નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસ અજાણ્યા કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ નોંધી, તેની શોધખોળ હાથ ધરી છે.