જામ ખંભાળિયા, તા. ૦૩-૦૨-૨૦૨૬
ખંભાળિયામાં મહાપ્રભુજી બેઠક પાસે આવેલી નદીમાં કીચડ માં એક ગાય ફસાઈ ગઈ હોવા અંગેની જાણ અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના કાર્યકરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ગંભીર રીતે કીચડમાં ફસાઈ ગયેલા આ ગૌમાતાને બહાર કાઢવી ખૂબ જ કઠિન હોય, એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરોએ અવિરત રીતે જહેમત ઉઠાવીને ગૌમાતાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
રેસ્ક્યુ બાદ આ ગાયને જરૂરી સારવાર આપવામાં આવી હતી અને હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકો દ્વારા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરોની સેવાભાવનાની પ્રશંસા કરવામાં આવી હતી.




(ફોટો:- કુંજન રાડિયા)
