જામ ખંભાળિયા, તા. ૨૪-૦૬-૨૦૨૫
જન્મદિન શુભેચ્છા

ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના તત્કાલીન મહામંત્રી શૈલેષભાઈ બી. કણઝારિયાનો આજે 55 મો જન્મદિવસ છે. તારીખ 24-06-1970 દિને જન્મેલા શૈલેષભાઈ કણઝારિયા તથા તેમનો પરિવાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. શૈલેષભાઈ કણઝારિયાએ નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે કારકિર્દી શરૂ કર્યા બાદ સતત પાંચ ટર્મથી નગરપાલિકાના સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
નગરપાલિકામાં એક ટર્મ પ્રમુખ તરીકે તથા બે ટર્મ ઉપપ્રમુખ તરીકે તેમજ એક ટર્મ કારોબારી ચેરમેન તરીકે સેવાઓ આપી હતી.શૈલેષભાઈ કણઝારિયાને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મો.નં. 99131 04444 અને 98242 85326 પર શુભકામનાઓની વર્ષા થઈ રહી છે.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)