Thursday August 07, 2025

ખંભાળિયા: મારામારીના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

    ખંભાળિયા તાલુકામાં રહેતા ભીખાભાઈ જીવાભાઈ ચાવડા દ્વારા તાલુકાના ઉગમણા બારા ગામના રહીશ લખુભા નારણજી જાડેજા અને મંગુભા નારણજી જાડેજા તથા કોઠા વિસોત્રી ગામના રહીશ કરસન નગા ભાટુ સામે મારામારી કરવા સબબની ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જે પ્રકરણમાં ખંભાળિયા પોલીસે આરોપીઓની અટકાયત કરી, અને આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કર્યું હતું.
        આ કેસ ખંભાળિયાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.આઈ. ચોપડા સાહેબની કોર્ટમાં ચાલી જતા આ કેસમાં બચાવ પક્ષે વિદ્વાન વકીલ શ્રી આર.એ. મુન્દ્રાની દલીલોને ગ્રાહ્ય રાખી ને નામદાર અદાલતે આરોપીઓને નિર્દોષ ઠેરવી, છોડી મૂકવા માટેનો હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top