Saturday June 21, 2025

ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા શનિવારે હઠીલા રોગોના દર્દીઓ માટે વિના મૂલ્યે કેમ્પનું આયોજન

જામ ખંભાળિયા, તા.૧૩-૦૨-૨૦૨૫

      ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા વધુ એક વખત જુના અને હઠીલા રોગોથી પીડિત દર્દીઓ માટે ખાસ કેમ્પનું આયોજન આગામી શનિવાર તા. 15 ના રોજ કરવામાં આવ્યું છે. 

        અત્રે નવાપરા, રોડ નં. 17 ખાતે આવેલી શ્રી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલા આ સેવા કેમ્પ વર્ષોથી પીડાતા વિવિધ દર્દના દર્દીઓ માટે શુદ્ધ આયુર્વેદિક તેમજ ફિઝિયોથેરાપીની વિવિધ પદ્ધતિ દ્વારા વિના મૂલ્યે વિધાન કરી આપવામાં આવશે. જેમાં ખાસ કરીને સાંધાના રોગો તેમજ અન્ય જૂના રોગોની સારવાર વિના મૂલ્યે કરાશે.

        આ કેમ્પમાં ડો. ધર્મેશ ભાટીયા, ડો. લલિતકુમાર પાણખાણિયા અને ડો. વિશાલ લગારીયા તેમની સેવાઓ આપશે. આગામી શનિવારે બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી આ કેમ્પનો લાભ લેવા લાયન્સ ક્લબના પ્રમુખ ડો. સાગર ભૂત દ્વારા ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના દર્દીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. 

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top