ગઝલ રહેવું છે – ભરત વાળા

રોજથી સમય સંગાથે રહેવું છે,
હરઘડી સફળ મિનારે રહેવું છે.

મૌનમાં મજા દિલ દરિયે નગરમાં,
વિશ્વના જગતના હૈયે રહેવું છે.

સત્ય જાગરણ વર્તુળમાં વહાવું છે,
સૂર્યના કિરણ માફક થૈ રહેવું છે.

જીવને હવે સાચો શિવ માર્ગી રે,
પ્રેમથી ભજન વિશ્વાસે રહેવું છે.

જાત ખુદ “ભરત”તારી તું જગાડી દે,
ભાવના શહર ઠેકાણે રહેવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *