


નવારતનપર
ભાવનગર જિલ્લાના ઘોઘા કુડા રોડ પર એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ઈજા થઈ છે. ઈજા પામેલી વખતે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. અકસ્માત સર્જાતા તાબડતોબ ઈમરજન્સી સર્વિસ 108ને ફોન થતાં તેને સખત ઈજા સાથે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બંને વાહન સ્થળ પર છે. કારને પણ આગળના ભાગે ખાસું એવું નુકસાન થયું છે જ્યારે બાઈક સારી એવી ફંગોળાઈ ગઈ છે. ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી સાથે પોલીસ તપાસ ચાલુ છે.