
જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૫
જામનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે સ્થિત ઇન્ડીયન રેડક્રોસ સંચાલિત પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર સીવિલ હોસ્પિટલ જામનગરમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વર્તમાન સમયમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બનવા પામ્યું છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગુણવત્તાયુક્ત દવાઓ ઓછામાં ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરાયેલ “પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના” આશીર્વાદરૂપ સિદ્ધ થઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 10 વર્ષમાં આવા કેન્દ્રોની સંખ્યામાં 180 ગણો વધારો થયો છે અને વેચાણમાં પણ 200 ગણો વધારો નોંધાયો છે. વર્ષ 2014 માં માત્ર 80 કેન્દ્રો સાથે શરૂ થયેલ આ યાત્રામાં આજે સમગ્ર દેશમાં 15,000 અને ગુજરાતમાં 750 જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે.
આ કાર્યક્રમમાં જામનગરના સુપ્રિ. શ્રી ત્રિવેદી, ડીન ડો. નંદિનીબેન દેસાઈ તથા ભાવિનભાઈ કંસાગરા, અલ્પેશભાઈ અગ્રાવત, ધર્મેશભાઈ વડવાળા, ડો. દિપક તિવારી, ડો. સક્સેના તથા તેમની ટીમ તથા કેન્દ્રના ફાર્માસિસ્ટ મિતલબેન, કિંજલબેન અને ભૌતિકભાઈ દ્વારા લોકોને જન ઔષધી અંગે જાગૃત કરાયા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)