હરેશ જોષી – કુંઢેલી
સેન્ટ થોમસ સ્કૂલ ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાની કરાટે ચેમ્પિયનશીપ માં જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોન ના 17 વિધાર્થીઓ ભાગીદાર બનેલ હતા. તેમાંથી 14 વિધાર્થીઓ એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરીને ઇનામ મેળવેલ છે. જેમાં કેટેગરી પ્રમાણે વિધાર્થીઓએ નંબર પ્રાપ્ત કરેલ છે. જિલ્લામાં પ્રથમ રેન્ક મકવાણા સાહિલ ધનજીભાઈ – ખારી (ધોરણ ૮) અને બારૈયા ચેતન ધનજીભાઈ – ખારી (ધોરણ ૮) પ્રાપ્ત કરેલ છે..જેમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરનાર ધોરણ ૬ માં અભ્યાસ કરતા વાઘેલા સાગર રાકેશભાઈ (ઠળિયા),કળસરિયા જેન્સીબેન રમેશભાઈ (વાઘનગર સુરત),ખુમાણ પ્રવીણ ઓઢાભાઈ (ઠાડચ) ધોરણ ૭ માં પીઠડીયા રાધિકાબેન મનીષભાઈ(ઠળિયા),ચૌહાણ દિપાલીબેન દેવશીભાઈ (બગદાણા),સરવૈયા ધારાબેન સુરેભાઈ (સનાળા),બારૈયા મહાવીર વનરાજભાઈ (ટીટોડીયા) તેમજ ધોરણ ૮ માં અભ્યાસ કરતા ચાવડા પાયલબેન ભાવેશભાઈ (શેવડીવદર),ભમ્મર રાધિકાબેન દેવાયતભાઈ (દુદાણા),ફૂમકીયા અયાન ઝાહિરભાઈ (બગદાણા),સરવૈયા દક્ષરાજસિંહ મહાવીરસિંહ રહ્યા હતા. આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ યોજાવનારી કરાટે ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ભાગીદાર થશે..કુલ ૧૪ વિધાર્થીઓ પૈકી 12 વિધાર્થી પ્રાથમિક વિભાગ અને ૨ વિધાર્થી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રહી સારુંએવું પ્રદર્શન દ્વારા રેન્ક પ્રાપ્ત કરી ઇનામ મેળવેલ છે. તે તમામ વિધાર્થીઓને શાળા દ્વારા ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
