Headlines

ડીસા-પાલનપુરના છેતરપિંડી-વિશ્વાસઘાતના ગુનામાં 4 વર્ષથી નાસતા કરતા “રેડ”ને “બ્લ્યુ હેન્ડેડ” ઝડપી લેતી પોરબંદર પોલીસ

પોરબંદર
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા દ્વારા તેમજ પોલીસ અધીક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પિરોલ, ફર્લો, વયગાઢના જામીન પરથી ફરાર કેદી/ આરોપીઓ તથા ગેઝેટ તથા લાલશાહીથી ફરાર આરોપીઓ શોધી કાઢવા સૂચના કરવામા આવેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પો.સબ.ઇન્સ્પેકટર એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઈ. એચ.આર.સિસોદીયા તથા પો.હેડ.કોન્સ. વજશીભાઇ વरे તથા જેતમલભાઇ મોઢવાડીયાને બાતમી રાહે હકીકત મળેલ કે, ડીસા રેલવે પોલીસ સ્ટેશનના 2021ના I.P.C. 406,420,114 મુજબના કામે નાસતા ફરતા આરોપી રમેશ ઉર્ફે રેડ પરશોતમ ગોકાણી (ઉ.વ.47 રહે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન બાજુમાં રાવલ નગર મોદી સ્કુલની બાજુમાં રાજકોટ મુળ જ્યુબેલી સાત માળીયા એપાર્ટમેન્ટ ઉધ્યોગનગર તા.જી.પોરબંદર) રાજકોટ ખાતે હોય જ તે હકીકત આધારે તપાસ કરતા મજકુર આરોપી મળી આવેલ જેઓને પકડી આગળની તપાસ થવા સારે ઉધ્યોગનગર પો.સ્ટે.ને સોપી આપેલ છે અને ડીસા રેલવે પોલીસ સ્ટેશનને જાણ કરવામા આવેલ છે.

આ કામગીરી પેરોલ ફર્લો સ્કોડ પો.સબ.ઇન્સપેક્ટર એચ.એમ.જાડેજા તથા એ.એસ.આઈ. એચ.કે.પરમાર તથા જે.આર.કટારા તથા પી.કે.બોદર તથા એચ.આર.સિસોદીયા તથા એચ.સી પિયુષભાઇ સિસોદીયા તથા કેશુભાઇ ગોરાણીયા તથા પ્રકાશભાઇ નકુમ તથા વજશીભાઇ વરુ તથા જેતમલભાઇ મોઢવાડીયા તથા ભુપેન્દ્રસિંહ ઝાલા તથા પીસી આકાશભાઇ શાહ તથા ટેકનીકલ ટીમ પોરબંદર દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *