અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પોરબંદર રેલવે સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ : આધુનિક સુવિધાઓ અને વિશ્વસ્તરીય માળખાગત વિકાસ સાથે પોરબંદર રેલવે સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત
શંભુ સિંહ, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૧૭ જુલાઈના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમગ્ર દેશના ૭૫ પુનર્વિકસિત રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કર્યું હતું. આ શ્રેણીમાં પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવતા પોરબંદર રેલવે સ્ટેશનનું પણ નવનિર્મિત સ્વરૂપમાં લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદીએ વિવિધ રેલવે આધારભૂત સુવિધા પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન…
