તળાજાના કૂંઢેલી ગામ ખાતેજિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

હરેશ જોષી, કુઢેલી

તળાજા તાલુકાના કુંઢેલી ગામે પશુપાલન શાખા, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગાભાઈ ઘોહાભાઈ બાબરીયા, ચેરમેન શ્રી ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ આ શિબિર એપીએમસી તળાજા નાં ચેરમેન ભીમજીભાઈ પંડ્યા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

નાયબ પશુપાલન નિયામકશ્રી, ડૉ. કે.એચ.બારૈયા અને મદદનીશ પશુપાલન નિયામકશ્રી, ડો. એચ.એસ ખેર અને પશુપાલન તજજ્ઞોની ટીમ દ્વારા યોજનાકિય માર્ગદર્શન સાથે પશુ સંવર્ધન, સ્વચ્છ દુધ ઉત્પાદન, પશુ આરોગ્ય અને પશુ માવજત, સેકસડ સિમેન અને પ્રાકૃતિક ખેતી વિષયો ઉપર પશુપાલકોને માર્ગદર્શન આપવામાં આવેલ.

સદર જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરમાં આજુ બાજુ ના 16 ગામો માંથી 350 થી વધુ પશુપાલક ભાઈઓ અને બહેનોએ હાજરી આપી અને પશુપાલનનું માર્ગદર્શન મેળવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *