જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની ગ્રામીણ વિસ્તારની સ્વ-સહાય જૂથોની બહેનોને વિવિધ વિષયો ઉપર રોજગારલક્ષી તાલીમોનું આયોજન કરવામાં આવે છે.
ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળના ગ્રામ પંચાયત દીઠ એક બેંક કોરસ્પોડન્ટના અભિગમ અન્વયે સ્વ સહાય જૂથના બહેનોને બેંક કોરોસ્પોડન્ટની તાલીમ આપી બેંક કોરોસ્પોડન્ટ સખી તરીકે કામગીરી કરી ગામમાં બેકીંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આજીવિકા મેળવી શકે તે માટે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ બેકીંગ એન્ડ ફાઈનાન્સ પ્રમાણિત બેંક કોરોસ્પોડન્ટની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની 12 તથા જામનગર જિલ્લાના 13 બહેનો મળી કુલ-૨૫ બહેનો આ તાલીમમાં સહભાગી થયા છે. આ તાલીમાર્થી બહેનો તાલીમ મેળવી પોતાના ગામમાં બેકીંગ તથા અન્ય ડીજીટલ સેવાઓ ઉપલબ્ધ કરાવી આજીવિકા મેળવતા થાય તે અંગે આર.એસ.ઈ.ટી.આઈ. નિયામક રાજેશ ગુપ્તા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
(ફોટો:- કુંજન રાડિયા)
