Saturday June 21, 2025

દેવલીની શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા -ને “સૂરજબા પ્રાર્થનાકક્ષ “ની ભેટ

હરેશ જોષી, દેવલી

દેવલી ગામે સૂરજબા પરિવાર દ્વારા શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિશાળ “સુરજબા પ્રાર્થનાકક્ષ “નું લોકાર્પણ કરવામાં આવેલ. આ પ્રાર્થનાકક્ષમાં એકસાથે 500 બાળકો બેસીને પ્રાર્થના અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી શકશે. આ પ્રાર્થનાકક્ષ સૂરજબા પરિવાર જે અમેરિકાસ્થિત છે, “જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.” સૂત્રને સાકાર કરતા મોકળા મને દાન આપેલ છે. સૂરજબા પરિવાર અને શ્રી પરમાનંદશાહ પરિવાર વતી શ્રી અમિતભાઈ શાહ અને ડો. મોનાબેન શાહ તથા HVS ફાઉન્ડેશન માંથી શ્રીમતી મનિષાબેન શાહ અને શ્રી વિજયભાઈ જૈન ની પ્રેરક ઉપસ્થિતિમાં સૂરજબા પ્રાર્થનાકક્ષને ખુલ્લો મુકવામાં આવેલ. જેમાં શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ. શાળાના ટ્રસ્ટી અને શિક્ષકો દ્વારા દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. હાજર રહેલા સૌને વેફર બિસ્કીટથી મોં મીઠું કરવામાં આવ્યું. સાથે સૂરજબા પરિવાર થકી જુદી જુદી શાળાઓમાં 500 બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી. શાળામાં બહોળા પ્રમાણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ના સર્વાંગી વિકાસ માટે આ પ્રાર્થના કક્ષ ખૂબ જ ઉપયોગી થશે. ટ્રસ્ટ દ્વારા અને શાળા પરિવાર દ્વારા તેમજ ગ્રામજનો દ્વારા સુરજબા પરિવારના દાતાશ્રી નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top