
જામ ખંભાળિયા, તા. ૦૪-૧૧-૨૦૨૫
યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરમાં દર વર્ષે ભકતજનો દ્વારા આસ્થા સાથે સોના-ચાંદી સાથેના આભુષણો અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ શ્રીજીના ચરણોમાં અર્પણ કરી કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરવામાં આવે છે. આજરોજ ગાંધીનગરના રાંધેજ ગામના સ્વ. શકુંતલાબન રવિન્દ્રકુમાર ત્રિવેદી પરિવાર દ્વારા જગતમંદિરના ગર્ભગૃહમાં આવેલી દાનપેટી પર ચાંદીની 20 ગેજ સીટ પર એમ્બોઝ કરેલી અને અદભૂત હસ્તકલા સાથે કલાત્મક રીતે મઢી અર્પણ કરવામાં આવી હતી.
આ કલાત્મક હસ્તકલામાં સિલ્વરથી કંડારેલા મેળામાં હાથી વિગેરે આકર્ષક ચિત્રોથી મઢવામાં આવ્યા છે. ત્રિવેદી પરિવારે ઠાકોરજીને અહોભાવ સાથે સેવા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)
