જામ ખંભાળિયા, તા. ૨૩-૦૧-૨૦૨૫
છેલ્લા કેટલા દિવસોથી દ્વારકા પંથકમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે પૈકી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે
તે પૈકી દ્વારકા યાત્રાધામમાં જગતમંદિર નજીક સુદામા સેતુ સામેના ભરચકક વિસ્તારમાં થયેલ ગેરકાયદેસર દબાણો ગઈકાલે બુધવારે દૂર કરાયા હતા. જેમાં દ્વારકાના પ્રાંત અધિકારી, દ્વારકા નગરપાલીકા તથા દ્વારકા પોલીસની હાજરીમાં દ્વારકાની પ્રજાપતિ સમાજ વાડી પાસે કરાયેલા ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં આવતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(ફોટો:- કુંજન રાડિયા)
