જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૬
મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગીરી જિલ્લાના ગુહાગર તાલુકામાં રહેતા કૃષ્ણા માંક્યા વરવટકર નામના 55 વર્ષના પ્રૌઢ ગઈકાલે સોમવારે દ્વારકા નજીકના દરિયામાં 50 નોટીકલ માઇલ દૂર ફિશિંગ બોટમાં માછીમારી કરી રહ્યા હતા, તે દરમિયાન તેમને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ હરિશ્ચંદ્ર વિકુ ખારવીએ દ્વારકા પોલીસને કરી છે.
_____________________________________________________________________________
કલ્યાણપુર નજીક બોલેરો પીકઅપ વનની પલટી: મુસાફરો ઘવાયા
કલ્યાણપુરથી આશરે 8 કિલોમીટર દૂર પાનેલી ગામના પાટીયાથી ટંકારીયા ગામે જતા રસ્તા પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 19 એક્સ 1599 નંબરના બોલેરો પીકઅપ વાનના ચાલક સંજય લાખાભાઈ સોલંકી (રહે. રાવલ) એ બોલેરોના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આ વાહન રોડની નીચે એક બાજુ ઉતરીને પલટી ખાઈ ગયું હતું.
આ અકસ્માતમાં બોલેરોમાં જઈ રહેલા અજયભાઈ આવળભાઈ પરમાર, ભીમાભાઈ અરશીભાઈ, નાથાભાઈ પરમાર, દિલીપભાઈ હીરાભાઈ બારીયા તથા બોલેરો ચાલક સંજય લાખાભાઈ સોલંકીને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે અજયભાઈ આવળભાઈ પરમાર (રહે. રાવલ)ની ફરિયાદ પરથી બોલેરો ના ચાલક સંજય સોલંકી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
