Headlines

ધોળાને મળી અત્યાધુનિક ‘મોક્ષરથ’ની ભેટ: સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાના અનુદાનથી સુવિધા ઉપલબ્ધ

​મૂકેશ પંડિત, ઈશ્વરિયા

ભાવનગર જિલ્લાના ધોળા ખાતે અંતિમયાત્રાના હેતુ માટે સાંસદ અનુદાન અંતર્ગત નવીન ‘મોક્ષરથ’ની સુવિધા પ્રાપ્ત થઈ છે. તત્કાલીન રાજ્યસભા સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા ફાળવવામાં આવેલા ₹14 લાખના અનુદાનમાંથી આ રથ તૈયાર કરવામાં આવ્યો છે. ધોળા વીશી ગામના ભવેશ્વર મહાદેવના સાનિધ્યમાં અગ્રણી પેથાભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ રથનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું.

​આ પ્રસંગે ભરતભાઈ બાવળિયા, કનૈયામલ વધવા અને રવિભાઈ પંડ્યા સહિતના સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગ્રામજનો માટે આ એક મહત્વપૂર્ણ સુવિધા બની રહેશે, જેના માટે ધોળા વીશી ગ્રામ પંચાયત દ્વારા સાંસદશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સુવિધાથી અંતિમ સંસ્કારની વિધિમાં ગ્રામજનોને મોટી રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *