Headlines

પટેલકાના યુવાને ઝેરી ટીકડા ગળી લેતા મૃત્યુ

– ઓખામાં મધદરિયે માછીમાર પ્રૌઢને હાર્ટ એટેક –

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬

     કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા રામભાઈ વીરાભાઈ લગારીયા નામના 47 વર્ષના યુવાને ગઈકાલે શુક્રવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાને પોતાના હાથે ઝેરી ટેકરા ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવવા અંગેની જાણ નિલેશભાઈ રામભાઈ લગારીયા (ઉ.વ. 26) એ કલ્યાણપુર પોલીસને કરી છે.

      ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા હુસેનભાઈ જુમાભાઈ ઘાવડા નામના 56 વર્ષના માછીમાર પ્રૌઢ ગત તારીખ 26 ના રોજ ઓખાથી આશરે 25 નોટિકલ માઈલ દૂર દરિયામાં તેમની પ્રશાંતરાજ નામની બોટમાં ગયા હતા. ત્યાં તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ભુપતભાઈ કારૂભાઈ સોલંકીએ સ્થાનિક પોલીસને કરી છે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *