પીપળીયા પુલ પાસે ગેરકાયદે રેતી ભરેલો ટ્રક ઝડપાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પીપળીયા પુલ પાસેથી ઘોઘા મામલતદારની ટીમે એક ગેરકાયદે રેતી ભરેલો ટ્રક ઝડપી લીધો હતો.

ઘોઘા મામલતદારે પીપળીયા પુલ પાસે એક શક પડતા ટ્રકને રોકાવીને તેમાં ઉપલબ્ધ થયેલ ડ્રાઇવર જોરૂભા બહાદુરસિંહ ગોહિલ નામના શખ્સ પાસેથી જરૂરી પાસ પરમિટ માંગતાં તેની પાસેથી કોઈ જ કાગળો નહીં મળી આવતા મામલતદારે પોલીસની મદદથી આ ટ્રકને ડિટેઇન કરાવી ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે લવડાવ્યો હતો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસની આગળની તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *