Headlines

પોરબંદરમાં ભાજપ લઘુમતી મોરચા મહામંત્રી તરીકે ફારૂક સુર્યાની નિયુક્તિ થતા સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા અભિવાદન

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર છાયા નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને હરહંમેશ વિકાસ ની રાજનીતિ સાથે જોડાયેલ ફારૂકભાઈ સુર્યાની તાજેતરમાં પોરબંદર જિલ્લા ભાજપ લઘુમતી મોરચા ના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે, ત્યારે સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. વાલ્મિકી સમાજ નગીનદાસ મોદી પ્લોટના પ્રમુખ દિલીપભાઈ વાઘેલા, કડિયા પ્લોટ વાલ્મિકી સમાજના પ્રમુખ વજુભાઈ ઢાંકેચા, વાલ્મીકી સમાજના આગેવાન ધીરુભાઈ ઝાલા તેમજ પૂર્વ કાઉન્સિલર ભીખુભાઈ ઢાંકેચા સહિત આગેવાનો દ્વારા ફારુકભાઈ સૂર્યાનુ અભિવાદન કરી અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *