Friday June 20, 2025

પોરબંદરમાં 25 વર્ષની માતા તેની દસ વર્ષની બાળકી સાથે ગાયબ

શહેરની સર ભાવસિંહજી હોસ્પિટલમાં સારવારમાં હતી તે દરમિયાન બનેલો બનાવ


પોરબંદર શહેર અને જિલ્લામાં વ્યક્તિઓ ગુમ થયાના થવાના બનાવ વધી પડ્યા છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલી એક 25 વર્ષની માતા તેની દસ વર્ષની બાળકી સાથે ગુમ થઈ ગઈ છે, તો બીજા એક બનાવમાં શહેરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થીને નર્સિંગ સ્કૂલે ભણવા ગઈ તે પછી પરત આવી નથી.
પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં રહેતા મીલન શીવગરભાઇ મેઘનાથી (ઉ.વ.૨૫)ની પત્નિ દિવ્યા મીલન મેઘનાથી (ઉ.વ.૨૨ ધંધો.ઘરકામ રહે.છાંયા નવાપરા પોરબંદર) તથા પોતાની દિકરી હિમાંશી ઉ.વ.૧૦ માસ સાથે ભાવ.હોસ્પીટલમાં દિકરીની સારવાર અર્થે દાખલ હતી ત્યાંથી ડોકટરની રજા લીધા વિના ક્યાંક જતી રહેલ અને ઘરે આજ દિન સુધી પરત નહી આવતા ગુમ થયા બાબતની જાણપોલીસને થઈ છે. તા.૨૭/૨/૨૦૨૪ના કલાક ૧૫/૩૦ વાગ્યે સર ભાવસિંહજી હોસ્પીટલ ખાતે બનેલ આ બનાવ બાદ તા.૨૮/૨/૨૦૨૪ના કલાક ૨૧/૧૦ વાગ્યે કમલાબાગ પોલીસને જાણ થતા પીએસઆઇ પી એસ ઝાલાએ તપાસ હાથ ધરી છે.


પોરબંદરની 19 વર્ષની વિદ્યાર્થીઓ નર્સિંગ સ્કૂલે ભણવા ગયા બાદ ગુમ

પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થીની (ઉ.વ..૧૯ ધંધો.અભ્યાસ) ઘરેથી ઓડદર મંથન નર્સિંગ સ્કુલે અભ્યાસ અર્થે ગયેલ હોય અને ઘરે આજ દિન સુધી પરત નહી આવી ગુમ થયા બાબતે પોલીસને જાણ થઈ છે. તા.૨૭/૨/૨૦૨૪ કલાક ૯/૦૦ વાઘેલા સુમારે બનેલી આ ઘટના મામલે તેના પરિવાર (રહે.કડીયા પ્લોટ શેરી નં.૨ કિસ્મત પાનવાળી ગલી પોરબંદર) દ્વારા તા.૨૮/૨/૨૦૨૪ના કલાક ૧૮/૦૦ વાગ્યે પોલીસને જાણ થતાં પીએસઆઇ વી ડી વાઘેલાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top