રાજકોટ
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત પોલીસ કમિશનરશ્રી બ્રિજેશ કુમાર ઝાની ઉપસ્થિતમા હોલી સેન્ટ સ્કૂલમા રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.
ડી.સી.પી.ટ્રાફિક શ્રી પૂજા યાદવ તેમજ એ.સી.પી. શ્રી જે. બી. ગઢવી દ્વારા હોલી સેન્ટ સ્કૂલમા બાળકોને ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિકના નિયમો બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આર.ટી.ઓ. અધિકારી શ્રી કેતન ખપેડ એ બાળકોને ગુડ સેમરીટર્ન બાબતે માહિતી આપી ઈમરજન્સીમાં ઘાયલની કેવી રીતે મદદ કરી શકાય તે અંગે સમજાવ્યું. શ્રી પૂજા યાદવ દ્વારા ટ્રાફિક સિગ્નલ અને નિયમો બાબતે સમજ આપવામાં આવેલી હતી. શ્રી જે બી ગઢવી દ્વારા હેલ્મેટ અને શીટ બેલ્ટની ઉપયોગીતા સમજાવવવામા આવી હતી.
કાર્યક્રમમાં શ્રી બ્રિજેશ ઝા દ્વારા ટ્રાફિક સાઈનેજના બોર્ડ નું લોકાર્પણ કરી બાળકોને ટ્રાફિક જાગૃતિ અર્થે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.



