માધાપરમાં ભાગવત ક્થા દરમિયાન કરાયું વૃક્ષારોપણ

મૂકેશ પંડિત , ભાવનગર શુક્રવાર તા.૩૧-૧૦-૨૦૨૫
કથાકાર શ્રી વૈશાલીબાળા આચાર્ય પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરી રહેલ છે. માધાપરમાં ચાલતી ભાગવત ક્થા દરમિયાન પર્યાવરણ સંદેશ સાથે વૃક્ષારોપણ કરાયું છે.
કચ્છમાં માધાપરમાં રંઘોળાનાં કથાકાર શ્રી વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ લાભ મળી રહ્યો છે. આ કથામાં શ્રી કૃષ્ણ ચરિત્ર ક્થા પ્રસંગ સાથે સાંપ્રત સામાજિક સ્થિતિ સંદર્ભે પણ વિવિધ વાતોનો પ્રસ્તુત થઈ રહેલ છે, જેમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
માધાપરમાં શ્રી ગોવિંદભાઈ વાગડિયા પરિવાર દ્વારા ચાલતી ભાગવત ક્થા દરમિયાન શ્રી વૈશાલીબાળા આચાર્ય દ્વારા પર્યાવરણ સંદેશ સાથે થયેલાં સંકલ્પ મુજબ વૃક્ષારોપણ કરાયું છે. આમ, પ્રભુનાં ચરિત્રગાન સાથે તેઓ પ્રકૃતિનું પૂજાકાર્ય કરી રહેલ છે.
