
આભને આંબી અમે બેસી ગયાં.
ચો – તરફ વ્યાપી અમે બેસી ગયાં.
જાણ ક્યાં કે કેટલી માણી તમે?
વારતા વાંચી અમે બેસી ગયાં.
સ્થિર ઊભા એક પગ પર, એ પછી
હા કશું પામી અમે બેસી ગયાં.
ખૂબ કાંટા ઊગતા ‘ તા એટલે,
ડાળને કાપી અમે બેસી ગયાં.
તે છતાંયે ખૂબ લાંબી થૈ સફર,
આપને ચાહી અમે બેસી ગયાં.
@ ગિરીશ રઢુકિયા
