Headlines

બાળકોએ કખગ બોલીને ઇનામો પ્રાપ્ત કર્યા : ખંભાત કોલેજ એમ.કોમ વિભાગ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો

ખંભાત કોલેજ એમ.કોમ વિભાગ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો હતો.
પ્રાપ્ત માહિતીઅનુસાર ખંભાત કોલેજ કેમ્પસ ખાતે આવેલ એમ. કોમ વિભાગ ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે ” “મૂળાક્ષરો નો મહાવરો” વિષય અંતર્ગત ખંભાત ગ્રામીણ પોલીસ ઇન્સ્પેક્ટર પરેશભાઈ નાઇ ( મુખ્ય મહેમાન)રાષ્ટ્રીય શૈશિક મહાસંઘ ખંભાત ના અધ્યક્ષ હશમુખભાઈ અનામી , સંગઠન મંત્રી જીગ્નેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

ની વિશેષ ઉપસ્થિતિ માં ખંભાત પ્રાથમિક શાળા બ્રાંચ ૧૧ ખાતે આચાર્ય ધવલભાઈ જોશી ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ તરીકે કનુભાઈ બારૈયા ( અધ્યક્ષ એમ. એ) તથા વિનાયક પાડવાની ( અધ્યક્ષ એમ એસ સી) ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ની શરૂઆત આચાર્ય ધવલ જોશી એ મહેમાનો ના શાબ્દિક પરિચય થી કરી હતી. આ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે દરેક બાળકોએ મૂળાક્ષરો. ( ક, ખ, ગ, ઘ )બોલી ને ઈનામ પ્રાપ્ત કરવાનું હતું.
પોલીસ અધિકારી પરેશ નાઇ સાહેબે જણાવ્યું હતું કે બાળકો ને માતૃભાષા માં જેવી સમજ પડે એ બીજી ભાષા માં પડતી નથી. દરેક વાલીઓ એ અંગ્રેજી ભાષા જેટલું જ મહત્વ માતૃભાષા ને પણ આપવું જોઈએ. માતૃભાષા એ તો લાગણીઓ, સંવેદનાઓ, અને પ્રેમ વ્યક્ત કરવાની ભાષા છે. વ્યક્તિ જ્યારે ખુબ ખુશ હોય અથવા ખુબ ઉદાસ હોય ત્યારે પોતાની માતૃભાષા માં વ્યક્ત કરે છે.કાર્યક્રમનું સંચાલન શિક્ષક મેહુલભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *