Headlines

ભરણ-પોષણના કેસમાં પોરબંદર ડીસ્ટ્રિક્ટ કોર્ટનો એતિહાસિક ચુકાદો: મહિલાને 2016 થી અત્યાર સુધીનું ભરણપોષણ અપાવતા એડવોકેટ લાખાણી

પોરબંદર
ભારતમાં કોઈપણ સ્ત્રી ભરણ-પોષણનો કેસ કરી શકતી હોય અને નામદાર કોર્ટ પણ ભરણ-પોષણના કેસોમાં માનવતાવાદી અભિગમ રાખી સામાન્ય સંજોગોમાં ભરણ-પોષણનો હુકમ કરતી હોય છે. તે જ રીતે રાણાવાવની કોર્ટમાં કીરતનબેન સુરેશભાઈ શીગડીયા જાતે તેમજ સગીર પુત્રી રીયાના ભરણ-પોષણ માટે તેના પતિ સુરેશભાઈ કાનજીભાઈ શીગડીયા સામે ભરણ-પોષણ મેળવવા માટે કેસ કરેલો હતો અને રાણાવાવની કોર્ટ દ્વારા માન-દિકરી બન્ને થઈને માસિક રૂ.2,000/- નો હુકમ કરેલો હતો. અને એ હુકમ તા.૩/૧૧/૨૦૧૬ નાંરોજ કરેલો હતો. અને કાયદા મુજબ કોઈપણ સ્ત્રી એકીસાથે ૧૨ માસનું જ ભરણ-પોષણ માંગી શકે અને જો ૧૨ માસ પછી અરજી કરે તો નામદાર કોર્ટ ૧૨ માસનું જ ભરણ-પોષણ અપાવે તેવી કાયદાકીય જોગવાઈ હોય અને કિરણબેન દ્વારા ૨૦૧૬માં થયેલા ભરણ-પોષણ નાં હુકમ સંબંધે ૨૦૨૩માં એટલે કે, ૭૫ મહીના પછી રકમ વસુલાતની અરજી કરેલી હોય પરંતુ રાણાવાવ ની કોર્ટ દ્વારા માત્ર ૧૨ માસ ના જ પૈસા ચૂકવવાનો હુકમ કરી અરજી ફેસલ કરી નાંખેલી હતી. તે સામે કિરણબેન શીગડીયા દ્વારા પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે રીવીઝન અરજી કરતા અને કોઈપણ સ્ત્રીને ગમે ત્યારે ભરણ-પોષણ માંગવાનો હક્ક અને અધિકાર હોવા સંબંધે નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા ૨૦૦૪માં આજ બાબતે ચુકાદો આપેલો હોય અને જેમાં નામદાર સુપ્રિમ કોર્ટ સ્પષ્ટ ઠરાવેલુ હોય કે, “કોર્ટનાં હુકમનું પાલન કોઈપણ વ્યક્તિ ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગમે ત્યારે કરાવી શકે છે. અને કોર્ટના હુકમને સમયના બંધનમાં બાંધીને કોઈને અન્યાય કરી શકાય નહી. અને તેમાં પણ ભરણ – પોષણનો સવાલ હોય ત્યારે કોઈપણ સ્ત્રી તમામ ચડત ભરણ-પોષણ માંગી શકે છે. “તેવુ ઠરાવેલુ હોય અને તેના કારણે રીવીઝન દાખલ કરતા પોરબંદર નાં એડીશ્નલ ડીસ્ટ્રીક્ટ જજ શર્મા દ્વારા પણ કાયદાનો ઉંડો અભ્યાસ કરી અને ભારત ની તમામ કોર્ટો માત્ર ૧૨ માસ નું જ ભરણ-પોષણ ચૂકવવાનો હુકમ કરતા હોય પરંતુ જજ શર્મા દ્વારા નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદાનું ગહન અભ્યાસ કરી અને કાયદાકીય જોગવાઈઓ ઘ્યાને લઈ અને રાણાવાવ કોર્ટ ને ૧૨ મહીના માટેનો જ હુકમ કરી બાકીના ૩ વર્ષનું ભરણ-પોષણ સંબંધેની અરજી નામંજુર કરેલી હોય જે રાણાવાવ કોર્ટનો હુકમ રદ કરીને સામાવાળા સુરેશભાઈ શીગડીયા એ ૩ વર્ષનો ચડત થયેલુ તમામ ભરણ- પોષણ કે જે રૂ. ૧, ૨૪,૦૦૦/- થતુ હોય તે વસુલ મેળવવા હક્કદાર હોવાનું ઠરાવી તે મુજબનુ વોરંટ સામાવાળા સામે કાઢવાનો હુકમ કરેલ છે. અને તે રીતે પોરબંદરના એડીશ્નલ ડીસ્ટ્રીક્ટ જજ શર્મા દ્વારા ઐતિહાસિક ચુકાદો આપી ત્યજાયેલી પત્નીને ન્યાય આપાવી તેની ૨૦૧૬ થી ચડત થયેલી તમામ ભરણ-પોષણની રકમ અપાવવાનો અને તે માટે વોરંટ કાઢવાનો હુકમ કરેલ છે. અને તે રીતે ૧૨ માસનું જ ચડત ભરણ-પોષણ મળે તેવી માન્યતાનો આ ચુકાદાથી અંત આવેલ છે.
આ કામમાં અરજદાર વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતન સોનીગ્રા, જીતેંદ્ર પાલા, નવધણ જાડેજા, ભૂમિ વર્વાડીયા, ચાંદની મદદાણી, ભાવના પારધી રોકાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *