ભાણવડના શિવ બળદ આશ્રમના તમામ બળદને ઉતમ પ્રકારનો ખોળ ભરપેટ અપાયો

– સ્વયંસેવકોએ નૂતન વર્ષની કરી નવતર ઉજવણી –

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬

       ભાણવડ પંથકમાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવ બળદ આશ્રમમાં સ્વયં સેવકો દ્વારા આ આશ્રમમાં આશરો લઈ રહેલા બળદ માટે અવારનવાર ખાસ પ્રકારના ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે છે. જેમાં ગઈકાલે નવા વર્ષના પ્રારંભે અહીંના તમામ બળદને ઉત્તમ પ્રકારનો ખોળ પીરસવામાં આવ્યો હતો.

       ત્યારે 2026ના વર્ષની શરૂઆતમાં જ મૂળ ભાણવડ તાલુકાના અને હાલ લેસ્ટર સ્થિતિ પરિશ્રમ ગ્રુપના મેર યુવાનો દ્વારા તેઓની આવકના અમુક ટકા રકમ દ્વારા બળદના ખોળ માટેની વ્યવસ્થા કરી, આ પ્રસંશનીય કાર્ય કર્યું હતું. નવા વર્ષની ઉજવણી અબોલ જીવોની સેવા કરીને શિવ બળદ આશ્રમના સભ્યોએ ઉમદા કાર્ય કર્યું હતું.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *